આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિને લઈને ડેવિડ વોર્નરની કરી મોટી જાહેરાત

New Update
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિને લઈને ડેવિડ વોર્નરની કરી મોટી જાહેરાત

ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવા જઈ રહ્યો છે. ડેવિડ વોર્નરે આ વાતનો ખુલાસો વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી પ્રથમ T20 મેચ બાદ કર્યો હતો. ડેવિડ વોર્નરે કહ્યું કે તે આ વર્ષના T20 વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. ડેવિડ વોર્નર પહેલા જ વનડે અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. જોકે, નિવૃત્તિની જાહેરાત કરતા પહેલા ડેવિડ વોર્નરે તેની 100મી T20 મેચ રમી હતી. 100મી T20 મેચમાં 36 બોલમાં 72 રનની ઇનિંગ રમી. આ સાથે ડેવિડ વોર્નર T20, ODI અને ટેસ્ટની 100મી મેચમાં 50થી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

જોકે ડેવિડ વોર્નર ક્રિકેટની મજા માણી રહ્યો છે. વિશેષ સિદ્ધિ હાંસલ કર્યા બાદ ડેવિડ વોર્નરે કહ્યું, 'જીતવું ખૂબ જ ખાસ છે. બેટિંગ કરવા માટે તે ખૂબ જ સારી વિકેટ હતી. હું તેનો ફાયદો ઉઠાવવામાં સફળ રહ્યો. ખૂબ જ સારું અને તાજગી અનુભવી રહ્યો છું. હું સંપૂર્પણેણ ચાર્જ છું. હું આ વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપ રમવા માંગુ છું. તે ખૂબ જ અદ્ભુત પ્રવાસ રહ્યો છે. હવે 6 મહિના બાકી છે. અમે ન્યુઝીલેન્ડ સામે જીતવાનો પ્રયાસ કરીશું.

Latest Stories