New Update
/connect-gujarat/media/media_files/2025/04/11/pevOMN5D33nHXrqJqqlq.jpg)
દિલ્હી કેપિટલ્સે IPLમાં સતત ચોથી જીત નોંધાવી છે. ગુરુવારે ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 6 વિકેટથી હરાવ્યું. દિલ્હી તરફથી કેએલ રાહુલે મેચ વિનિંગ 93* રન બનાવ્યા.
DC માટે કુલદીપ યાદવ અને વિપરાજ નિગમે 2-2 વિકેટ લીધી.દિલ્હીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું. બેંગલુરુએ 7 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા. દિલ્હીએ 17.5 ઓવરમાં માત્ર 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. RCB તરફથી ભુવનેશ્વર કુમારે 2 વિકેટ લીધી. ટિમ ડેવિડ અને ફિલ સોલ્ટે 37-37 રન બનાવ્યા.18મી ઓવરના પાંચમા બોલ પર કેએલ રાહુલે સિક્સર ફટકારીને ટીમને વિજય તરફ દોરી ગયો. તેણે 93* રનની ઇનિંગ રમી.