પેરિસ ઓલોમ્પિકમાં ભારતના અભિયાનનો અંત, ભારતના ફાળે કુલ 6 મેડલ

Featured | સ્પોર્ટ્સ | સમાચાર, પેરિસ ઓલિમ્પિકના 14માં દિવસે ભારતીય અભિયાનનો અંત આવ્યો છે. ભારતીય રેસલર રિતિકા પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 76 કિગ્રા રેસલિંગ

parish
New Update

પેરિસ ઓલિમ્પિકના 14માં દિવસે ભારતીય અભિયાનનો અંત આવ્યો છે. ભારતીય રેસલર રિતિકા પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 76 કિગ્રા રેસલિંગ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ છે. તેને કિર્ગિસ્તાનના ઇપેરી મેડેટ કાયજીએ 1-1થી પરાજય આપ્યો હતો.

કિર્ગિસ્તાનની રેસલર આ મેચ જીત્યા પછી પોઈન્ટ બરાબર હતા કારણ કે તેને છેલ્લો પોઈન્ટ મળ્યો હતો. રિતિકાએ રાઉન્ડ ઓફ 16માં હંગેરીની બર્નાડેટ નાગીને 12-2થી હરાવીને ટોપ-8માં સ્થાન મેળવ્યું હતું.રેસલિંગ ઉપરાંત ભારતીય ગોલ્ફર અદિતિ અશોક અને દીક્ષા ડાગર પણ હારી ગયા છે. એક દિવસ પહેલા અમન સેહરાવતે પુરુષોની 57 કિગ્રામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતે કુલ 6 મેડલ જીત્યા છે.

#પેરિસ ઓલિમ્પિક
Here are a few more articles:
Read the Next Article