/connect-gujarat/media/media_files/2025/09/08/eng-2025-09-08-09-02-56.jpg)
દક્ષિણ આફ્રિકાએ બે અઠવાડિયા પહેલા જ વન-ડે ઇતિહાસમાં સૌથી મોટી રન માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો,
જ્યારે ઓસ્ટ્રેલિયાએ તેને 276 રનથી હરાવ્યું હતું. પરંતુ હવે દક્ષિણ આફ્રિકાને ઇંગ્લેન્ડ સામે વધુ એક શરમજનક રેકોર્ડનો સામનો કરવો પડશે. સાઉથમ્પ્ટનમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને 414 રન બનાવ્યા હતા. જવાબમાં સમગ્ર દક્ષિણ આફ્રિકાની ટીમ ફક્ત 72 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વન-ડે ક્રિકેટના 54 વર્ષના ઇતિહાસમાં કોઈપણ ટીમનો આ સૌથી મોટો પરાજય છે. અગાઉ આ રેકોર્ડ શ્રીલંકાના નામે હતો, જેને ભારતે 2023માં 317 રનથી હરાવ્યો હતો.
વન-ડે ક્રિકેટમાં સૌથી મોટી હાર (રનના માર્જિનથી)
* ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને 342 રનથી હરાવ્યું (સાઉથમ્પ્ટન, 7 સપ્ટેમ્બર 2025)
* ભારતે શ્રીલંકાને 317 રનથી હરાવ્યું (ત્રિવેન્દ્રમ, 15 જાન્યુઆરી 2023)
* ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડ્સને 309 રનથી હરાવ્યું (દિલ્હી, 25 ઓક્ટોબર 2023)
* ઝિમ્બાબ્વેએ અમેરિકાને 304 રનથી હરાવ્યું (હરારે, 26 જૂન 2023)
* ભારતે શ્રીલંકાને 302 રનથી હરાવ્યું (વાનખેડે, 2 નવેમ્બર 2023)
દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી હાર (રનના માર્જિનથી)
* ઇંગ્લેન્ડ સામે 342 રન (7 સપ્ટેમ્બર 2025)
* ઓસ્ટ્રેલિયા સામે 276 રન (24 ઓગસ્ટ 2025)
* ભારત સામે 243 રન (5 નવેમ્બર 2023)
* પાકિસ્તાન વિરુદ્ધ 182 રન (11 ડિસેમ્બર 2002)
* શ્રીલંકા વિરુદ્ધ 180 રન (20 જુલાઈ 2013)