ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃત્તિ

Featured | સ્પોર્ટ્સ | સમાચાર, ઇંગ્લિશ ઓલરાઉન્ડર મોઈન અલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી, 37 વર્ષીય ઓલરાઉન્ડરે ઓસ્ટ્રેલિયા

New Update
criclet

ઇંગ્લિશ ઓલરાઉન્ડર મોઈન અલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. 37 વર્ષીય ઓલરાઉન્ડરે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વ્હાઇટ બોલ સિરીઝ માટે ઇંગ્લિશ ટીમમાં તક ન મળતાં આ નિર્ણય લીધો છે.

2019માં ODI વર્લ્ડ કપ અને 2022માં T20 વર્લ્ડ કપ જીતનાર 37 વર્ષીય મોઈને ડેઈલી મેઈલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, 'હું 37 વર્ષનો છું અને આ મહિને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે મારી પસંદગી કરવામાં આવી નથી. મેં ઇંગ્લેન્ડ માટે ઘણું ક્રિકેટ રમ્યું છે. હવે તે આગામી પેઢી માટે સમય છે, જે મને કહેવામાં આવ્યું હતું. મને લાગ્યું કે તે યોગ્ય સમય છે. મેં મારું કામ કર્યું છે.'મોઈને તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ T-20 વર્લ્ડ કપ-2024માં રમી હતી. ગયાનામાં ભારત સામે રમાયેલી આ સેમિફાઈનલ મેચમાં ઇંગ્લિશ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

Latest Stories