/connect-gujarat/media/media_files/2025/01/21/VKIKAB4eSspHCA9zRsah.jpg)
ભારત સામેની પહેલી ટી20 માટે ઇંગ્લેન્ડે પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. બેન ડકેટ અને ફિલ સૉલ્ટ ઇનિંગની શરૂઆત કરશે. કેપ્ટન જૉસ બટલર ત્રીજા નંબર પર રમતા જોવા મળશે. ભયાનક ઝડપી બોલર જોફ્રા આર્ચર ટીમમાં પરત ફર્યા છે.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનમાં બેટિંગ વિભાગ ખૂબ મજબૂત દેખાય છે. 6 બેટ્સમેન T20 ના નિષ્ણાત ખેલાડીઓ છે. વળી, સાતમા નંબરે રમનાર ઓલરાઉન્ડર જેમી ઓવરટન બેટિંગમાં શાનદાર ફોર્મમાં છે. આ ટીમને જોતાં એવું કહેવું ખોટું નહીં હોય કે ઇડન ગાર્ડન્સ ખાતે રમાનારી પહેલી T20 મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કઠિન સ્પર્ધા જોવા મળી શકે છે.
કોલકાતામાં રમાનારી પહેલી T20 મેચમાં વિસ્ફોટક બેટ્સમેન ફિલ સોલ્ટ અને ડાબોડી હાર્ડ હિટર બેન જોકેટ ઇનિંગની શરૂઆત કરશે. આ પછી T20 નિષ્ણાત જૉસ બટલર ત્રીજા નંબરે આવશે. યુવા સેન્સેશન્સ જેકબ બેથેલ અને હેરી બ્રુક મિડલ ઓર્ડરમાં જોવા મળશે. આ બંને ખેલાડીઓ કોઈપણ બૉલિંગ આક્રમણનો નાશ કરી શકે છે.
ભારત સામેની પ્રથમ ટી20 માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન -
ફિલ સૉલ્ટ, બેન ડકેટ, જૉસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), જેકબ બેથેલ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટૉન, જેમી ઓવરટન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ અને ગુસ એટકિન્સન.