ભારતીય ફીરકી સામે ઈંગ્લેન્ડના બેઝબોલ ઘુંટણીએ, ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગ 246 રનના સ્કોર પર સમેટાઈ

ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગ 246 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.

New Update
ભારતીય ફીરકી સામે ઈંગ્લેન્ડના બેઝબોલ ઘુંટણીએ, ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગ 246 રનના સ્કોર પર સમેટાઈ

ભારત સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગ 246 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં કેપ્ટન બેન સ્ટોક્સે સૌથી વધુ 70 રન બનાવ્યા હતા. જોની બેયરસ્ટોએ 37 રન અને બેન ડકેટે 35 રન બનાવ્યા હતા.ભારત તરફથી રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને 3-3 વિકેટ લીધી હતી. તો, જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડનો દાવ 64.3 ઓવરમાં સમાપ્ત થઈ ગયો. ત્રીજા સેશનની બીજી ઓવરમાં બેન સ્ટોક્સે પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ માટે તેણે 69 બોલ લીધા હતા. સ્ટોક્સે રવીન્દ્ર જાડેજા સામે લોંગ ઓન પર સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. રવીન્દ્ર જાડેજાએ જો રૂટની વિકેટ લેતાની સાથે જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની 550 વિકેટ પૂરી કરી લીધી હતી. આ સિદ્ધિ હાંસલ કરનાર તે સાતમો ભારતીય બોલર છે.

Latest Stories