Connect Gujarat
સ્પોર્ટ્સ

Ind Vs Eng : ભારતીય બોલર્સ સામે અંગ્રેજો ઘૂંટણિયે, ભારતની 100 રને જીત સાથે પોઇન્ટ ટેબલમાં અવ્વલ

Ind Vs Eng : ભારતીય બોલર્સ સામે અંગ્રેજો ઘૂંટણિયે, ભારતની 100 રને જીત સાથે પોઇન્ટ ટેબલમાં અવ્વલ
X

ભારતે વન-ડે વર્લ્ડ કપ 2023માં સતત છઠ્ઠી જીત હાંસલ કરી છે. ટીમે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડને હરાવ્યું છે. ટીમ છેલ્લે 2003માં ડરબનના મેદાન પર 82 રને જીતી હતી.

લખનઉના એકાના સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 229 રન બનાવ્યા હતા. 230 રનના ટાર્ગેટને ચેઝ કરવા આવેલી ઇંગ્લેન્ડની ટીમ 34.5 ઓવરમાં 129 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

મોહમ્મદ શમીએ 4 અને જસપ્રીત બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાની સ્પિન જોડીએ 3 બેટર્સને પેવેલિયન મોકલ્યા હતા.

ભારતે ઇંગ્લેન્ડને 100 રનથી હરાવીને પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. ટીમ તમામ 6 મેચ જીતીને 12 પોઇન્ટ્સ સાથે નંબર-1 પર છે. બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ 10માં નંબર પર છે. ટીમ 6 મેચમાંથી માત્ર એક જ મેચ જીતી શકી છે.

Next Story