Connect Gujarat
સ્પોર્ટ્સ

ફિફા વર્લ્ડ કપ 2022 : સ્વિત્ઝર્લેન્ડે કેમરૂનને 1-0થી હરાવીને વિજયી શરૂઆત કરી

ફિફા વર્લ્ડ કપ 2022માં સ્વિત્ઝર્લેન્ડે કેમરૂનને 1-0થી હરાવીને વિજયી શરૂઆત કરી

ફિફા વર્લ્ડ કપ 2022 : સ્વિત્ઝર્લેન્ડે કેમરૂનને 1-0થી હરાવીને વિજયી શરૂઆત કરી
X

ફિફા વર્લ્ડ કપ 2022માં સ્વિત્ઝર્લેન્ડે કેમરૂનને 1-0થી હરાવીને વિજયી શરૂઆત કરી હતી. પહેલા હાફમાં બંને ટીમો બરાબરી પર હતી, પરંતુ બીજા હાફમાં સ્વિત્ઝર્લેન્ડની રમત થોડી સારી રહી અને તેણે જીત પોતાના નામે કરી લીધી. મેચની શરૂઆતની 15 મિનિટમાં કેમરૂનની ટીમ વધુ આક્રમક દેખાતી હતી, પરંતુ પછી તેની રમત થોડી ધીમી પડી ગઈ હતી. જોર્ડન શાકિરી ચાર વર્લ્ડ કપમાં રમનાર સ્વિસનો બીજો ખેલાડી બન્યો છે.

મેચની 10મી મિનિટે કેમેરૂનના બ્રાયન બાયમુએ માર્ટિન હોંગલાના આસિસ્ટ પર શાનદાર શોટ લગાવ્યો હતો, પરંતુ તે બચી ગયો હતો. બીજી જ ક્ષણે કેમરૂન તરફથી બીજો એટેક કર્યો, પરંતુ તે પણ બચી ગયો. કેમરૂનની ટીમ ફરીથી 26મી મિનિટે ગોલ કરવાની નજીક પહોંચી હતી. પરંતુ આ વખતે પણ તેનો એટેક બચી ગયો હતો. સ્વિસ ટીમ પ્રથમ વખત 40મી મિનિટે ગોલની નજીક પહોંચી હતી, પરંતુ તેઓ પણ ગોલ કરવામાં અસમર્થ રહી હતી. પ્રથમ હાફમાં કોઈ ટીમ ગોલ કરી શકી ન હતી.

Next Story