New Update
કર્ણાટકની મહારાજા ટ્રોફી T-20 ટુર્નામેન્ટની લીગ મેચમાં 1 નહીં, 2 નહીં, પરંતુ 3-3 સુપર ઓવર ફેંકવી પડી હતી. છેલ્લી સુપર ઓવરમાં પણ છેલ્લા બોલ પર ચોગ્ગાથી મેચનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હુબલી ટાઈગર્સ અને બેંગલુરુ બ્લાસ્ટર્સ વચ્ચે શુક્રવાર, 23 ઓગસ્ટના રોજ આ રોમાંચક મેચ રમાઈ હતી. હુબલીએ તેને ત્રીજી ઓવરમાં જીતી લીધી હતી.T20 ક્રિકેટ ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. આ પહેલા ઘણી મેચમાં 2-2 સુપર ઓવર થઈ ચૂકી છે. આ વર્ષે જાન્યુઆરીમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની T-20 શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે 2 સુપર ઓવર બાદ જીત મેળવી હતી.
Latest Stories