પૂર્વ ઓલરાઉન્ડર અભિષેક નાયર આસી.કોચ તરીકે ટીમ ઇન્ડિયા સાથે જોડાયો

ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અભિષેક નાયર અને નેધરલેન્ડ્સના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રેયાન ટેન ડોશેટને શ્રીલંકા પ્રવાસ માટે ભારતના કોચિંગ સ્ટાફમાં સામેલ કર્યા છે.

New Update
આશિષ
ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અભિષેક નાયર અને નેધરલેન્ડ્સના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રેયાન ટેન ડોશેટને શ્રીલંકા પ્રવાસ માટે ભારતના કોચિંગ સ્ટાફમાં સામેલ કર્યા છે. અહેવાલો અનુસાર, ગંભીરે આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર અને નેધરલેન્ડ્સના ટેન ડોશેટની સાથે મોર્ને મોર્કેલ અને કેટલાક ખેલાડીઓ સાથે વાત કરી હતી.
જો કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેમની બે માગણીઓ પૂરી કરીને બંનેને શ્રીલંકાના પ્રવાસ પર લઈ જવાની મંજૂરી આપી દીધી છે.તે જ સમયે, ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ જ રહેશે. દિલીપ સોમવારે ટીમ સાથે શ્રીલંકા જશે. બોલિંગ કોચનું નામ હજુ સ્પષ્ટ થયું નથી. જો કે, ઓસ્ટ્રેલિયાનો ટ્રોય કુલી ખાલી સ્થાન ભરવા માટે જઈ શકે છે. આ પ્રથમ વખત બનશે જ્યારે ટીમના કોચિંગ સ્ટાફમાં બે આસિસ્ટન્ટ કોચ હશે. રવિ શાસ્ત્રી અને રાહુલ દ્રવિડના સમયમાં કોઈ આસિસ્ટન્ટ કોચ નહોતો.અભિષેક નાયર અને ટેન ડોશચેટ ગંભીરની મેન્ટરશિપ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના આસિસ્ટન્ટ કોચ હતા. હવે આ ફેરફારને કારણે કોલકાતાના કોચિંગ સ્ટાફમાં મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિત અને બોલિંગ કોચ ભરત અરુણ સિવાય કોઈ નથી.
Latest Stories