ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ પંજાબ કિંગ્સના હેડકોચ બન્યા !

Featured | સ્પોર્ટ્સ | સમાચાર, પંજાબ કિંગ્સ (PBKS)એ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને IPL 2025 સિઝન માટે તેની ટીમનો હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો

rikky ponting
New Update

પંજાબ કિંગ્સ (PBKS)એ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને IPL 2025 સિઝન માટે તેની ટીમનો હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. આ પહેલા, તે છેલ્લા સાત વર્ષથી દિલ્હી કેપિટલ્સ (DC)નો કોચ હતો અને માત્ર બે મહિના પહેલા જ અલગ થયો હતો.

ESPNcricinfo અનુસાર, પોન્ટિંગે PBKS સાથે એક વર્ષનો કરાર કર્યો છે અને હવે તે તેના કોચિંગ સ્ટાફના અન્ય સભ્યોની પસંદગી કરશે. જો કે ટીમ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.અગાઉ પંજાબના કોચિંગ સ્ટાફમાં ટ્રેવર બેલિસ (હેડ કોચ), સંજય બાંગર (હેડ ઑફ ક્રિકેટ ડેવેલોપમેન્ટ), ચાર્લ લેંગવેલ્ડટ (ફાસ્ટ બોલિંગ કોચ) અને સુનીલ જોશી (સ્પિન બોલિંગ કોચ)નો સમાવેશ થાય છે.

#captain #Punjab Kings #Australian
Here are a few more articles:
Read the Next Article