ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન ગ્રેહામ થોર્પનું થયું નિધન

સ્પોર્ટ્સ | સમાચાર , ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન ગ્રેહામ થોર્પનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. થોર્પે 55 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.

New Update
ગ્રેહામ થોર્પ

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેન ગ્રેહામ થોર્પનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. થોર્પે 55 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. થોર્પે ચાર દિવસ પહેલા એટલે કે 01 ઓગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. થોર્પની બીમારીને લઈને કોઈ પણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે લાંબા સમયથી આ બીમારી સામે ઝઝૂમી રહ્યો હતો. થોર્પે એવા સમયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હતી જ્યારે સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ જેવા મહાન ભારતીય બેટ્સમેન રમ્યા હતા.

થોર્પ ઈંગ્લેન્ડના તે બેટ્સમેનોમાં સામેલ હતો જેણે 100 ટેસ્ટ મેચ રમી હતી. માત્ર 55 વર્ષની વયે થોર્પેનું નિધન ખરેખર ક્રિકેટ જગત માટે દુઃખની વાત છે. થોર્પે ભારત સામે 5 ટેસ્ટ મેચ રમી હતી. આ સિવાય તેણે ભારત સામે વનડે મેચમાં પણ મેદાન માર્યું હતું.

Latest Stories