Connect Gujarat
સ્પોર્ટ્સ

પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુએ આંધ્રપ્રદેશના રાજકારણમાં કર્યો પ્રવેશ, જગન મોહન રેડ્ડીની પાર્ટીમાં થયા સામેલ

પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુએ આંધ્રપ્રદેશના રાજકારણમાં કર્યો પ્રવેશ, જગન મોહન રેડ્ડીની પાર્ટીમાં થયા સામેલ
X

પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુએ આંધ્રપ્રદેશના રાજકારણમાં પ્રવેશ કર્યો છે. 37 વર્ષીય રાયડુ જગન મોહન રેડ્ડીની પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. નિવૃત્તિ લીધાના લગભગ એક મહિના પછી, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગુરુવારે (28 ડિસેમ્બર) સત્તાવાર રીતે પાર્ટીમાં જોડાયો.

પૂર્વ ભારતીય સ્ટાર ક્રિકેટર અંબાતી રાયડુ હવે રાજકીય મેદાનમાં ઉતર્યા છે. તેઓ YSR કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા છે. રાયડુ મુખ્યમંત્રી જગન રેડ્ડીની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. 37 વર્ષીય રાયડુએ IPL જીત્યા બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી રાયડુ છેલ્લે મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી IPLમાં રમ્યો હતો. હવે અંબાતી રાયડુએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. રાયડુ આ વર્ષે જૂનમાં આંધ્ર પ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીને મળ્યો હતો, જેઓ YSRCPના વડા છે. જગન ઇચ્છતા હતા કે રાયડુ આગામી ચૂંટણી લડે, પરંતુ તેમને કઇ લોકસભાની ટિકિટ મળશે તે નક્કી થયું નથી.જો રાયડુ લોકસભા ચૂંટણી લડે છે તો તેને મછલીપટ્ટનમથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. જો કે પાર્ટી દ્વારા પછીથી નિર્ણય લેવામાં આવશે. અત્યારે તો એ નક્કી છે કે રાયડુ પાર્ટીમાં જોડાઈ ગયો છે.

તેઓ YSRCP ના પ્રમુખ જગન મોહન રેડ્ડીની હાજરીમાં પાર્ટીમાં જોડાયા. રાયડુ એવા સમયે પાર્ટીમાં જોડાયા જ્યારે તમામ પાર્ટીઓ આગામી લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું પાર્ટી તેમને લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપશે? નોંધનીય છે કે રાયડુએ 29 મેના રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તેની છેલ્લી ક્રિકેટ મેચ રમી હતી. રાજકારણમાં જોડાતા પહેલા, તેમણે તેમના વતન ગુંટુર જિલ્લાના દરેક વિસ્તારની મુલાકાત લીધી અને સમસ્યાઓ સમજવા માટે લોકોને મળ્યા.

Next Story