ઓસ્ટ્રેલિયા પ્રવાસ 2025 નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર, 3 ODI અને 5 T20I માટે ટીમની કરાઇ જાહેરાત

ભારતીય ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 19 ઓક્ટોબર, 2025 થી શરૂ થવા જઈ રહ્યો છે, જ્યાં ટીમ ઈન્ડિયા 8 રોમાંચક મેચો ની શ્રેણી રમશે. આ પ્રવાસમાં 3 વનડે (ODI) અને

New Update
india-squad-for-the-tour-of-australia-2025-v0-w6smxau3a2tf1

ભારતીય ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ 19 ઓક્ટોબર, 2025 થી શરૂ થવા જઈ રહ્યો છે, જ્યાં ટીમ ઈન્ડિયા 8 રોમાંચક મેચો ની શ્રેણી રમશે.

આ પ્રવાસમાં 3 વનડે (ODI) અને 5 ટી20 (T20I) મેચનો સમાવેશ થાય છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી બાદ ભારતીય ટીમ આ મહત્વપૂર્ણ પ્રવાસ માટે રવાના થશે. બંને દેશના ક્રિકેટ બોર્ડ દ્વારા ODI અને T20I શ્રેણી માટેની ટીમોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ પ્રવાસ ક્રિકેટ ચાહકો માટે એક મોટો ઉત્સવ બની રહેવાનો છે, કારણ કે બંને ટીમો વિશ્વ ક્રિકેટની સૌથી મોટી હરીફો પૈકીની એક છે.

ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા: મેચોનું સંપૂર્ણ સમયપત્રક અને સમય

ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણી

  • પહેલી વનડે - ૧૯ ઓક્ટોબર, પર્થ
  • બીજી વનડે - ૨૩ ઓક્ટોબર, એડિલેડ
  • ત્રીજી વનડે - ૨૫ ઓક્ટોબર, સિડની

ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ટી૨૦ શ્રેણી

  • પહેલી ટી૨૦ - ૨૯ ઓક્ટોબર, કેનબેરા
  • બીજી ટી૨૦ - ૩૧ ઓક્ટોબર, મેલબોર્ન
  • ત્રીજી ટી૨૦ - ૨ નવેમ્બર, હોબાર્ટ
  • ચોથી ટી૨૦ - ૬ નવેમ્બર, ગોલ્ડ કોસ્ટ
  • પાંચમી ટી૨૦ - ૮ નવેમ્બર, બ્રિસ્બેન

    india-squad-for-the-tour-of-australia-2025-v0-g56m49p5a2tf1

વનડે શ્રેણી માટે ભારતની ટીમ: શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને યશસ્વી જયસ્વાલ.

ટી20 શ્રેણી માટે ભારતની ટીમ: સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ અને વોશિંગ્ટન સુંદર.

Latest Stories