ગૌતમ ગંભીરનું ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવાનું લગભગ નિશ્ચિત, ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત

New Update
ગૌતમ ગંભીરનું ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવાનું લગભગ નિશ્ચિત, ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત
Advertisment

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનશે તે લગભગ નિશ્ચિત છે. ક્રિકબજ સાથે વાત કરતી વખતે, IPLની એક ફ્રેન્ચાઇઝીના માલિકે કહ્યું કે ગંભીરનું કોચ બનવાનું લગભગ નક્કી થઈ ગયું છે અને તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

Advertisment

ક્રિકબઝના અહેવાલ મુજબ, શાહરૂખ ખાનને પણ આ વિશે માહિતી મળી છે. BCCIના નિયમો અનુસાર, જો ગંભીર ટીમનો મુખ્ય કોચ બને છે તો તેણે KKRની મેન્ટરશિપ છોડવી પડશે.સોમવાર (27 મે) કોચ પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ હતી. ગંભીરે આ પદ માટે અરજી કરી હોય તેવી શક્યતા છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.રાહુલ દ્રવિડ હાલમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ છે. તેમનો કાર્યકાળ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર ટી20 વર્લ્ડ કપ પછી પુરો થશે.

Latest Stories