GTvRCB : બેંગલોરની ગુજરાત સામે શાનદાર જીત, વિલ જેક્સએ 41 બોલમાં સદી ફટકારી

વિલ જેક્સે 41 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા જ્યારે વિરાટ કોહલીએ 44 બોલમાં 70 રનની અણનમ અડધી સદી ફટકારી

New Update
GTvRCB : બેંગલોરની ગુજરાત સામે શાનદાર જીત, વિલ જેક્સએ 41 બોલમાં સદી ફટકારી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2024માં સતત બીજી જીત હાંસલ કરી છે. ટીમે સિઝનની 45મી મેચમાં ગુજરાત ટાઇટન્સને 9 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે જ બેંગલુરુએ પ્લેઓફ માટે પોતાની આશા જીવંત રાખી છે. બેંગલુરુએ 16 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 201 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. IPLમાં સૌથી ટૂંકી ઓવરોમાં 200થી વધુ ટાર્ગેટનો ચેઝ કરવાનો આ રેકોર્ડ છે.

વિલ જેક્સે 41 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા જ્યારે વિરાટ કોહલીએ 44 બોલમાં 70 રનની અણનમ અડધી સદી ફટકારી હતી. બંનેએ 74 બોલમાં 166 રનની ભાગીદારી કરી હતી ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને 84 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે શાહરૂખ ખાને (58 રન) અડધી સદી ફટકારી હતી. ડેવિડ મિલરે 26 રનનું યોગદાન આપ્યું હતું

Latest Stories