KKR VS GT: ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને હરાવ્યું, IPLમાં છઠ્ઠી જીત નોંધાવી

ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને હરાવ્યું અને IPLમાં છઠ્ઠી જીત નોંધાવી હતી. 199 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કોલકત્તા આઠ વિકેટના નુકસાન પર 159 રન જ કરી શક્યું હતું.

New Update
kkr - ગત

ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઇડર્સને હરાવ્યું અને IPLમાં છઠ્ઠી જીત નોંધાવી હતી. 199 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કોલકત્તા આઠ વિકેટના નુકસાન પર 159 રન જ કરી શક્યું હતું.

Advertisment

કોલકત્તાનો કેપ્ટન અજિંક્ય રહાણે 36 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદરની બોલિંગમાં જોસ બટલરે તેને સ્ટમ્પ આઉટ કર્યો હતો.

કોલકાતાના બંને ઓપનર 50 રનની અંદર પેવેલિયન પરત ફર્યા હતા. સુનીલ નારાયણ 17 રન બનાવીને આઉટ થયો હતો. રાશિદ ખાનની બોલિંગમાં રાહુલ તેવતિયાએ તેનો કેચ કર્યો હતો. કોલકત્તાએ 6 ઓવરમાં 2 વિકેટે 45 રન બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજે ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝને આઉટ કરીને KKRને પહેલો ઝટકો આપ્યો. સિરાજે ગુરબાઝને LBW આઉટ કર્યો હતો.

ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાયેલી મેચ જીતીને શુભમન ગિલની ટીમે પ્લેઓફની દોડમાં આગળ વધી ગઈ છે. ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધીમાં 8 મેચ રમી છે અને તેમાંથી 6 મેચ જીતી છે. 12 પોઈન્ટ સાથે તેઓ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે.

Advertisment
Latest Stories