/connect-gujarat/media/media_files/2025/03/30/F3YoMoSuUHilaOQGE0Gs.jpg)
ગુજરાત ટાઇટન્સે IPLની વર્તમાન સીઝનમાં પોતાની પહેલી જીત મેળવી છે. ટીમે મુંબઈ ઈન્ડિયન્સને 36 રનથી હરાવ્યું. આ ગુજરાતનો પહેલો વિજય છે, જ્યારે મુંબઈને સતત બીજો પરાજયનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં, ગુજરાતે અમદાવાદમાં સતત ચોથી મેચમાં મુંબઈને હરાવ્યું છે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈએ ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ગુજરાતે 20 ઓવરમાં 8 વિકેટે 196 રન બનાવ્યા. જવાબમાં મુંબઈ 20 ઓવરમાં 6 વિકેટે 160 રન જ બનાવી શક્યું.
GT તરફથી સાઈ સુદર્શને 41 બોલમાં 63 રન બનાવ્યા. તેણે 4 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. તેના સિવાય જોસ બટલરે 39 અને શુભમન ગિલે 38 રન બનાવ્યા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી. ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર, મુજીબ ઉર રહેમાન અને એસ રાજુએ એક-એક વિકેટ લીધી.MI તરફથી સૂર્યકુમાર યાદવે 48 અને તિલક વર્માએ 39 રન બનાવ્યા. GT તરફથી મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ 2-2 વિકેટ લીધી. કાગીસો રબાડા અને સાઈ કિશોરને એક-એક વિકેટ મળી.