વિરાટ જીતના હાર્દિક અભિનંદન.! ઑસ્ટ્રેલિયાને હરાવી ભારતીય ટીમ પહોંચી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં

વિરાટ કોહલીની શાનદાર ઇનિંગના આધારે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે ભારતે 2023 ODI વર્લ્ડ કપની

New Update
Breaking 0000-Recovered-Recovered-Recovered-Recovered

વિરાટ કોહલીની શાનદાર ઇનિંગના આધારે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે ભારતે 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હારનો બદલો પણ લઇ લીધો છે. ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી છે. આ સતત ત્રીજી વખત છે જ્યારે ભારત મર્યાદિત ઓવરોના ફોર્મેટ ICC ટૂર્નામેન્ટની ટાઇટલ મેચમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. 

ભારતની ઓપનિંગ જોડી ફેલ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા 28 અને ગિલ 8 રન બનાવીને આઉટ થયાં હતા. ત્યારે બાદ કોહલી અને અય્યરની જોડીએ મોરચો સંભાળ્યો હતો. કોહલીએ 54 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી અને તે સદી તરફ આગળ વધતો હતો પરંતુ 84 રનમાં કોહલીની ગેમ ઓવર થઈ ગઈ હતી. અય્યર 45 રનમાં બોલ્ડ થયો હતો. ત્યાર બાદ આવેલા અક્ષર પટેલે પણ વિસ્ફોટક ઈનિંગ ખેલી હતી જોકે તે પણ ક્લિન બોલ્ડ થયો હતો અને તેણે 27 રનનું યોગદાન આપ્યું હતું. 

પહેલા બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયા 264 રનમાં ઓલઆઉટ થયું હતું. તેની શરુઆત જ ઘણી કંગાળ રહી. પહેલી જ ઓવરમાં મોહમ્મદ શમીએ ઓપનર કૂપર કોનોલીને વિકેટ કિપરને હાથે કેચ આઉટ કરાવી દીધો હતો, આમ કોનોલી ખાતું ખોલાવ્યાં વગર પેવેલિયન ભેગો થયો હતો. આ પછી ટ્રેવિસ હેડે કેટલાક આકર્ષક શોટ રમ્યા, પરંતુ વરુણ ચક્રવર્તી આવતાની સાથે જ તેણે ટ્રેવિસ હેડને તેની ઓવરના બીજા બોલ પર શુભમન ગિલના હાથે કેચ આઉટ કરાવતાં ભારતને મોટી રાહત મળી હતી. ટ્રેવિસ હેડ 39 રન બનાવીને આઉટ થયો હતો. માર્નસ લાબુશેન 36 બોલમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. લાબુશેને સ્મિથ સાથે ત્રીજી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી. કેપ્ટન સ્ટીવ સ્મિથ અને જોશ ઇંગ્લિશ ક્રીઝ પર છે. કેપ્ટન સ્ટીવ સ્મિથે સૌથી વધુ 73 રનની ઇનિંગ રમી હતી. જ્યારે એલેક્સ કેરીએ 61 રન બનાવ્યા. એક સમયે કાંગારૂ ટીમ મોટા સ્કોર તરફ આગળ વધી રહી હોય તેવું લાગતું હતું પરંતુ ભારતીય બોલર્સે ઓસ્ટ્રેલિયન બેટર્સ પર લગામ કસી હતી.

Advertisment
Latest Stories