ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મેચ રમાશે. આ શાનદાર મેચ UAEના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના સૂત્રએ જણાવ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતની મેચોની યજમાની કરવા માટે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના દુબઈ શહેરને તટસ્થ સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. શનિવારે રાત્રે PCB અધ્યક્ષ મોહસિન નકવી અને UAEના મંત્રી શેખ નાહયાન અલ મુબારક વચ્ચે બેઠક યોજાઈ હતી.
ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 19 ફેબ્રુઆરીએ યજમાન પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરાચીમાં રમાશે. ફાઈનલ 9 માર્ચે લાહોરમાં રમાશે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે થશે. જો ટીમ ઈન્ડિયા નોકઆઉટ માટે ક્વોલિફાય થશે તો સેમીફાઈનલ અને ફાઈનલ પણ દુબઈમાં જ યોજાશે.ભારતીય ટીમની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સાથે થશે જ્યારે છેલ્લી મેચ ન્યૂઝીલેન્ડ સાથે 2 માર્ચે થશે. સેમિફાઇનલ (4 અને 5 માર્ચ) અને ફાઇનલ બંને માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે.