IPL 2024 ક્વાલિફાયર-2 મેચમાં હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 36 રનથી હરાવ્યું

IPL 2024 ક્વાલિફાયર-2 મેચમાં હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 36 રનથી હરાવ્યું
New Update

સનરાઈઝર્સ હૈદરાબાદે ઈંડિયન પ્રીમિયર લીગ 2024ની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. 24 મેના રોજ ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાયેલી ક્વાલિફાયર-2 મેચમાં હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 36 રને હરાવી દીધું છે. મેચમાં રાજસ્થાનને જીત માટે 176 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પણ તે સાત વિકેટ પર 139 રન જ બનાવી શક્યા. હવે ફાઈનલ મેચમાં 26 મેના રોજ હૈદરાબાદનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થશે. કોલાકાતાએ પહેલી ક્વાલિફાયરમાં હૈદરાબાદને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.

ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાનનો સ્કોર એક સમયે એક વિકેટ પર 65 રન હતો, પણ ત્યાર બાદ સ્પિનર્સ શાહબાઝ અહમદ અને અભિષેક શર્માએ મળીને બાજી પલ્ટી નાખી. શાહબાઝે યશસ્વી જાયસવાલ, રિયાન પરાગ અને આર અશ્વિનને આઉટ કર્યા, તો વળી અભિષેકે સંજૂ સૈમસન અને શિમરોન હેટમાયરની વિકેટ લીધી. ધ્રુવ ઝુરેલે જરુર 35 બોલમાં નોટઆઉટ 56 રન બનાવ્યા. પણ ત્યારે મોડું થઈ ચુક્યું હતું. ઝુરેલ પોતાની નોટઆઉટ ઈનિંગ્સમાં સાત ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા. તો વળી યશસ્વીએ 4 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 21 બોલમાં 42 રન બનાવ્યા. આ અગાઉ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે 9 વિકેટ પર 175 રન બનાવ્યા. હૈદરાબાદ માટે વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેને સૌથી વધારે 34 બોલમાં 50 રન બનાવ્યા, જેમાં ચાર છગ્ગા સામેલ છે. આ ઉપરાંત રાહુલ ત્રિપાઠીએ 37 અને ટ્રેવિસ હેડે 34 રનની ઈનિંગ્સ રમી. રાજસ્થાન રોયલ્સ તરફથી ટ્રેંટ બોલ્ટ અને સંદીપ શર્માએ ત્રણ-ત્રણ વિકેટ લીધી. તો વળી આવેશ ખાને બે વિકેટ લીધી.

#India #Hyderabad #Rajasthan Royals #Qualifier-2
Here are a few more articles:
Read the Next Article