Connect Gujarat
સ્પોર્ટ્સ

હૈદરાબાદે IPLનો સર્વોચ્ચ સ્કોર બનાવીને મુંબઇ સામે જીત મેળવી,ક્લાસને 34 બોલમાં 80 રન બનાવ્યા

હૈદરાબાદે IPLનો સર્વોચ્ચ સ્કોર બનાવીને મુંબઇ સામે જીત મેળવી,ક્લાસને 34 બોલમાં 80 રન બનાવ્યા
X

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)-2024માં તેની પ્રથમ જીત હાંસલ કરી છે. ટીમે બુધવારે વર્તમાન સિઝનની 8મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 31 રનથી હરાવ્યું હતું. હૈદરાબાદે IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો. અગાઉનો રેકોર્ડ RCBના નામે હતો. બેંગલુરુએ 2013ની સિઝનમાં પુણે વોરિયર્સ સામે 263 રન બનાવ્યા હતા.રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બુધવારે મુંબઈએ ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું.

હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 277 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 246 રન જ બનાવી શકી હતી. પેટ કમિન્સ અને જયદેવ ઉનડકટે 2-2 વિકેટ લીધી હતી.હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ 23 બોલમાં 63 રન, ટ્રેવિડ હેડે 24 બોલમાં 62 રન અને હેનરિક ક્લાસને 34 બોલમાં 80 રન બનાવ્યા હતા. એડન માર્કરમે 28 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું. હાર્દિક પંડ્યા અને ગેરાલ્ડ કોત્ઝીને એક-એક વિકેટ મળી હતી.

Next Story