ICCએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 8 મુખ્ય નિયમોમાં ક્રાંતિકારી ફેરફારોની કરી જાહેરાત

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 8 મુખ્ય નિયમોમાં ક્રાંતિકારી ફેરફારોની જાહેરાત કરી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 ફાઇનલ પછી લેવાયેલા

New Update
icc

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં8મુખ્ય નિયમોમાં ક્રાંતિકારી ફેરફારોની જાહેરાત કરી છે.

 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 ફાઇનલ પછી લેવાયેલા આ નિર્ણયો ટેસ્ટ ક્રિકેટમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 ચક્રથી લાગુ થશે, જ્યારે સફેદ બોલ ક્રિકેટ (ODI અને T20) માં તેજુલાઈ 2થી અમલમાં આવશે. આ ફેરફારોથી રમત વધુ રોમાંચક અને ઝડપી બનશે તેવી અપેક્ષા છે.

ICCના8નવા નિયમોની વિગતવાર જાણકારી

  1. ટેસ્ટ ક્રિકેટમાં સ્ટોપ ક્લોક (Stop Clock):સફેદ બોલ ફોર્મેટ પછી, હવે ટેસ્ટ મેચોમાં પણ સ્ટોપ ક્લોક નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ, ફિલ્ડિંગ ટીમે અગાઉની ઓવર પૂરી થયાના60સેકન્ડની અંદર આગલી ઓવર શરૂ કરવી પડશે. જો આ નિયમનો ભંગ થશે, તો અમ્પાયરો પહેલા બે ચેતવણીઓ આપશે, ત્યારબાદ દરેક વખતે5રનનો દંડલાગશે. 80 ઓવર પછી ચેતવણીઓ ફરીથી રીસેટ કરવામાં આવશે.
  2. ODIમાં35ઓવર પછી એક જ બોલનો ઉપયોગ:હાલમાં, ODI ક્રિકેટમાં એક ટીમને બે નવા બોલનો ઉપયોગ કરીને 25-25 ઓવર ફેંકવાની છૂટ હતી. પરંતુ હવેજુલાઈ2થી, ટીમને ODI માં35ઓવર પછી ફક્ત એક જ બોલનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. આનાથી મેચના અંતિમ તબક્કામાં બોલ વધુ જૂનો થશે અને સ્પિનર્સને મદદ મળશે.
  3. બોલ પર લાળ લગાવવા અંગેના નિયમોમાં ફેરફાર:બોલ પર લાળ (સલાઇવા) લગાવવા પર પ્રતિબંધ યથાવત છે. જો ટીમ ઇરાદાપૂર્વક લાળ લગાવીને બોલ બદલવાનો પ્રયાસ કરશે, તો હવે અમ્પાયરો સંપૂર્ણપણે નક્કી કરશે કે બોલ બદલવો જોઈએ કે નહીં. જો નિયમોનું જાણી જોઈને ઉલ્લંઘન કરવામાં આવશે તો5રનનો દંડઆપવામાં આવશે.
  4. નો બોલ પર પણ કેચની તપાસ:અગાઉ, નો બોલ આપવામાં આવે ત્યારે કેચ સાચો હતો કે નહીં તે તપાસવામાં આવતું નહોતું. પરંતુ હવે, નો બોલ પછી પણ જો કેચ પકડાશે, તો તેની તપાસ કરવામાં આવશે. જો કેચ સાચો હશે, તો બેટિંગ ટીમને માત્ર એક રન જ મળશે. જો કેચ સાચો નહીં હોય, તો તે બોલ પર બનાવેલા બધા રન ગણાશે.
  5. ટૂંકા રન લેવા બદલ દંડ:જો કોઈ બેટ્સમેન જાણી જોઈને ટૂંકા રન (શોર્ટ રન) લે છે, તો બેટિંગ ટીમ પર5રનનો દંડલાદવામાં આવશે. ઉપરાંત, કયો બેટ્સમેન સ્ટ્રાઈક લેશે તે ફિલ્ડિંગ ટીમ અને અમ્પાયરો દ્વારા નક્કી કરવામાં આવશે.
  6. આઉટના બે પ્રકાર માટે અપીલના નિયમો:આ નિયમ હેઠળ, જો બેટ્સમેન સામે LBW અને રન આઉટ બંને માટે અપીલ હોય, તો ટીવી અમ્પાયર પહેલા LBW તપાસશે. કારણ કે જો બેટ્સમેન LBW આઉટ થાય છે, તો બોલ ત્યાં જ ડેડ થઈ જશે અને રન આઉટનો પ્રશ્ન રહેશે નહીં.
  7. કેચિંગમાં મોટો ફેરફાર:નવા નિયમ મુજબ, હવે કોઈપણ ફિલ્ડર બાઉન્ડ્રીની બહાર હવામાં કૂદકા મારતી વખતે ફક્તએક જ વારબોલને સ્પર્શ કરી શકે છે. જો કોઈ ફિલ્ડર હવામાં હોય ત્યારે બાઉન્ડ્રીની અંદર બોલને ધક્કો મારે છે, તો તે ફક્ત ત્યારે જ કાયદેસર ગણાશે જો તે બાઉન્ડ્રીની અંદર આવીને તેને કેચ કરે.
  8. DRS (Decision Review System)નિયમોમાં ફેરફાર:ICC એ DRS નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. જો બેટ્સમેનને કેચ આઉટ આપવામાં આવે અને રિવ્યૂમાં સ્પષ્ટપણે દેખાય કે બોલ પેડ પર અથડાયો છે, તો હવે થર્ડ અમ્પાયર LBW પણ તપાસશે. આ દરમિયાન, જો બોલ-ટ્રેકિંગમાં "અમ્પાયરનો કોલ" (Umpire's Call) આવે છે, તો બેટ્સમેનને આઉટ આપવામાં આવશે.