ICCએ વર્ષ 2023ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમની કરી જાહેરાત, ભારતના બે ખેલાડીઓને મળ્યું સ્થાન

ICCએ વર્ષ 2023ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમની કરી જાહેરાત, ભારતના બે ખેલાડીઓને મળ્યું સ્થાન
New Update

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ વર્ષ 2023ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં ભારતના બે ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સને ICC દ્વારા 2023ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. T20ની જેમ પાકિસ્તાનના કોઈ ખેલાડીને ટેસ્ટ ટીમમાં પણ સ્થાન મળ્યું નથી.

ICCની વર્ષ 2023ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમમાં ઓસ્ટ્રેલિયાના પાંચ, ભારતના બે, ઈંગ્લેન્ડના બે, શ્રીલંકાનો એક અને ન્યૂઝીલેન્ડના એક ખેલાડીનો સમાવેશ થાય છે. ICCએ 2023ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમમાં ભારતના રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કર્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજા, મિડલ ઓર્ડર બેટ્સમેન ટ્રેવિસ હેડ, વિકેટકીપર એલેક્સ કેરી, ઝડપી બોલર પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કને સ્થાન મળ્યું છે.

શ્રીલંકાના દિમુથ કરુણારત્ને, ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન, ઈંગ્લેન્ડના જો રૂટ અને સ્ટૂઅર્ટ બ્રોડને પણ વર્ષ 2023ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમના પાંચ સભ્યો આ ટીમમાં સામેલ છે.

તમને જણાવી દઈએ કે દર વર્ષે ICC ત્રણેય ફોર્મેટની શ્રેષ્ઠ પુરુષ અને મહિલા ટીમોની પસંદગી કરે છે. દુનિયાભરના 11 ખેલાડીઓ જે સારું પ્રદર્શન કરે છે તેમને આ ટીમોમાં સ્થાન મળે છે. ICCએ 2023ની સર્વશ્રેષ્ઠ T20, શ્રેષ્ઠ ODI અને સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે.

#India #ConnectGujarat #ICC #best Test #Indian players
Here are a few more articles:
Read the Next Article