/connect-gujarat/media/media_files/2025/01/18/B9npZyAOZWs1gawkDUCz.jpg)
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. આ વખતે આ ટુર્નામેન્ટ 'હાઇબ્રિડ મોડેલ' હેઠળ પાકિસ્તાન અને દુબઈમાં રમાશે. ટુર્નામેન્ટની પહેલી મેચ કરાચીમાં યજમાન પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. જ્યારે ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમશે. આજે ટીમ ઈન્ડિયાની જાહેરાત થશે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. જોકે, આ રાહ આજે (૧૮ જાન્યુઆરી) પૂરી થવા જઈ રહી છે. આજે બપોરે ૧૨.૩૦ વાગ્યે મુંબઈમાં, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને કેપ્ટન રોહિત શર્મા એક પ્રેસ કોન્ફરન્સ કરશે જેમાં ટીમની જાહેરાત કરવામાં આવશે. આ સાથે, ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે પણ શનિવારે ટીમની પસંદગી કરવામાં આવશે. રોહિત શર્માની પ્રેસ કોન્ફરન્સમાં હાજરીનો અર્થ એ છે કે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.
પસંદગી દરમિયાન, નજર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પર પણ રહેશે. ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં સિડની ટેસ્ટ દરમિયાન બુમરાહને પીઠના સ્નાયુઓમાં ખેંચાણનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેણે બીજી ઇનિંગમાં બોલિંગ કરી ન હતી. તેમને તેમના કાર્યભાર ઘટાડવાની સલાહ આપવામાં આવી છે અને ફિઝિયો તેમની ફિટનેસ પર નજર રાખી રહ્યા છે. જોકે, બુમરાહ પહેલી ૧-૨ મેચમાંથી બહાર રહે તો પણ તેને ટીમમાં સામેલ કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.