Connect Gujarat
સ્પોર્ટ્સ

ICCએ આ નિયમ કાયમી ધોરણે લાગુ કરી દીધો, ફિલ્ડિંગ ટીમ ભૂલ કરશે તો ભારે નુકસાન ઉઠાવવું પડશે !

ICCએ આ નિયમ કાયમી ધોરણે લાગુ કરી દીધો, ફિલ્ડિંગ ટીમ ભૂલ કરશે તો ભારે નુકસાન ઉઠાવવું પડશે !
X

આઈસીસીએ જૂન મહિનામાં રમાનારા ટી 20 વર્લ્ડકપ 2024 પહેલા સ્ટોપ ક્લોક નિયમ જે ટ્રાયલ તરીકે શરુ કર્યો હતો. તેને હવે કાયમી ધોરણ અમલ કરવાનો નિર્ણય લીધો છે. ડિસેમ્બર મહિનામાં આઈસીસીએ આ નિયમને ટ્રાયલ તરીકે શરુ કર્યો હતો. જેમાં ફીલ્ડિંગ કરનારી ટીમને એક ઓવર પૂર્ણ થયા બાદ બીજી ઓવરના નક્કી કરેલા સમય અંદર શરુ કરવાનું હતુ. ફીલ્ડિંગ કરનારી ટીમો માટે આ નિયમના ઉલ્લંધન પર નુકસાન ભોગવવું પડશે.

આઈસીસીએ આ નિયમને માત્ર ટી20 જ નહિ પરંતુ વનડેમાં પણ લાગુ કર્યો છે.સ્ટોપ ક્લૉક નિયમને લઈ વાત કરવામાં આવે તો આઈસીસીએ ગત્ત વર્ષે ડિસેમ્બર મહિનામાં આ નિયમ લાગુ કર્યો હતો. તો ટી 20 ફીલ્ડિંગ કરનારી ટીમ એક ઓવર પૂર્ણ થયા બાદ આગામી ઓવર શરુ કરવા માટે માત્ર 60 સેકેન્ડનો સમય મળશે. જેમાં તેમણે પહેલા બોલ ફેંકવો પડશે. થર્ડ અમ્પાયર ઓવર પૂર્ણ થયા બાદ સ્ટોપ વૉચ ઓન કરી દેશે. ફીલ્ડિંગ ટીમ જો 1 મિનિટની અંદર આગામી ઓવર નાંખવા માટે સફળ થાય છે તો તેને 2 વખત અમ્પાયરની ચેતવણીનો સામનો કરવો પડશો, પરંતુ ત્યારબાદ ફીલ્ડિંગ ટીમને પેનલ્ટી લાગશે જે 5 રનની હશે.

Next Story