ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે વર્લ્ડ કપ 2023 વચ્ચે એક મોટી જાહેરાત કરી છે. આઇસીસીએ સપ્ટેમ્બર મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ થનારા ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે પુરૂષ વર્ગમાં ત્રણ ખેલાડીઓમાંથી 2 ભારતીય છે. આ બંને ખેલાડીઓ હાલમાં વર્લ્ડ કપમાં રમી રહ્યા છે અને ગયા મહિને ભારતને એશિયા કપ જીતાડવામાં તેમણે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી.
આ વખતે પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ થયેલા ખેલાડીઓમાં ડેવિડ મલાન, શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજ છે. મોહમ્મદ સિરાજ સપ્ટેમ્બરના અંતમાં ODI રેન્કિંગમાં નંબર 1 બની ગયો હતો અને એશિયા કપની ફાઇનલમાં ભારતની જીતનો હીરો હતો. તે જ સમયે, શુભમન ગિલ એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. હવે તેની નજર તેના બીજા પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ પર છે. તે જ સમયે, ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન બાદ ડેવિડ મલાનને પ્રથમ વખત આ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે.