Connect Gujarat
સ્પોર્ટ્સ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 179 કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 179 કેસ નોંધાયા
X

ગુજરાતમાં હવે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં દૈનિક કેસોમાં પચાસ ટકાનો ઘટાડો થયો છે. જ્યાં પહેલા 300થી 350ની આસપાસ કેસ સામે આવતા હતા ત્યાં હવે 200ની અંદર કેસ સામે આવવા લાગ્યા છે.

આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 179 કેસ નોંધાયા છે. આ ઉપરાંત આજે કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી. આજે સૌથી વધુ કેસ અમદાવાદમાં 55 સામે આવ્યા છે. જ્યારે વડોદરામાં 38 કેસ, સુરતમાં 28 અને મહેસાણામાં 11 કેસ સામે આવ્યા છે.

Next Story