બીજી સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાન સામે શાનદાર જીત મેળવીને સતત છઠ્ઠી વાર ફાઇનલમાં સ્થાન મેળવ્યું

ભારતીય ક્રિકેટે ફરી એક વખત પોતાની મજબૂત પરંપરા સાબિત કરી છે. આઈસીસી મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાન સામે શાનદાર જીત મેળવીને સતત છઠ્ઠી

New Update
scss

ભારતીય ક્રિકેટે ફરી એક વખત પોતાની મજબૂત પરંપરા સાબિત કરી છે. આઈસીસી મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાન સામે શાનદાર જીત મેળવીને સતત છઠ્ઠી વાર ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. હરારેના હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલા આ હાઇ-વોલ્ટેજ મુકાબલામાં ભારતે 311 રનનો વિશાળ લક્ષ્યાંક માત્ર 41.1 ઓવરમાં જ પીછો કરી લીધો અને ક્રિકેટ ઇતિહાસમાં નવો અધ્યાય ઉમેર્યો. 

આ મેચ ખાસ એટલા માટે પણ ઐતિહાસિક બની ગઈ કારણ કે અંડર-19 વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલીવાર કોઈ ટીમે 300થી વધુ રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક ચેઝ કર્યો છે. ભારતની આ જીતે માત્ર ફાઇનલનો રસ્તો જ ખોલ્યો નથી, પરંતુ વિશ્વ ક્રિકેટને પણ એ સંદેશ આપી દીધો છે કે યુવા ભારતીય ટીમ કોઈપણ દબાણમાં ઝૂકતી નથી. હવે 6 ફેબ્રુઆરીએ આ જ મેદાન પર ફાઇનલમાં ભારતનો સામનો ઇંગ્લેન્ડ સાથે થશે, જ્યાં એક રોમાંચક ટક્કર જોવા મળશે તેવી પૂરી શક્યતા છે.

રનચેઝ દરમિયાન ભારતીય ટીમને વૈભવ સૂર્યવંશી અને એરોન જ્યોર્જે તોફાની શરૂઆત અપાવી. બંનેએ પ્રથમ વિકેટ માટે 90 રનની ભાગીદારી કરીને અફઘાન બોલિંગને શરૂઆતથી જ બેકફૂટ પર મૂકી દીધી. વૈભવે પોતાની આક્રમક શૈલીથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા અને માત્ર 24 બોલમાં અર્ધશતક ફટકારી દીધું. જોકે અર્ધશતક બાદ તેઓ વધુ સમય ટકી શક્યા નહીં, પરંતુ 33 બોલમાં 68 રનની તેમની ઇનિંગ્સે મેચની દિશા બદલી નાંખી.

Latest Stories