જોહાનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી ટી-20 મેચમાં ભારતીય ટીમે 106 રનથી જોરદાર જીત નોંધાવી છે. કુલદીપ યાદવે શાનદાર બોલીંગનું પ્રદર્શન કર્યું હતું.
અહીં, ભારતે પ્રથમ બેટિંગ કરી અને 7 વિકેટ ગુમાવીને 201 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જવાબમાં પ્રોટીઝ ટીમ માત્ર 95 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. આ મેચ જીતીને ભારતીય ટીમે ત્રણ મેચની ટી-20 શ્રેણી પણ 1-1થી બરાબર કરી લીધી છે.
ત્રણ મેચની T20 શ્રેણીમાં 0-1થી પાછળ રહેલી ટીમ ઈન્ડિયા માટે આ કરો યા મરો મેચ હતી. શ્રેણીની આ છેલ્લી અને નિર્ણાયક મેચ જીતીને ભારતીય ટીમે શ્રેણી પણ 1-1થી બરાબર કરી લીધી છે. ભારતની જીતમાં સૂર્યકુમાર યાદવ અને કુલદીપ યાદવે મહત્વની ભૂમિકા ભજવી હતી. સૂર્યકુમાર યાદવે ઝડપી સદી ફટકારીને ભારતીય ટીમને 200નો આંકડો પાર કરાવ્યો હતો અને બાદમાં કુલદીપ યાદવે 5 વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાને 100નો આંકડો પાર થવા દીધો નહોતો.