IND vs AFG: ભારતે અફઘાનિસ્તાનને 182 રનનો આપ્યો ટાર્ગેટ

વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ બાર્બાડોસની રાજધાની બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ મેદાનમાં રમાઈ

New Update
અફઘાનિસ્તાન

સમાચાર

સ્પોર્ટ્સ : સમાચાર : વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ બાર્બાડોસની રાજધાની બ્રિજટાઉનના કેન્સિંગ્ટન ઓવલ મેદાનમાં રમાઈ રહી છે. મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 182 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

સૂર્યકુમાર યાદવના 28 બોલમાં 53 રન અને હાર્દિક પંડ્યાના 24 બોલમાં 32 રનની મદદથી ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે પ્રથમ રમત રમીને 20 ઓવરમાં 8 વિકેટે 181 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 08 રન, વિરાટ કોહલીએ 24 રન અને રિષભ પંતે 20 રનની ઇનિંગ રમી હતી. જ્યારે શિવમ દુબે સાત બોલમાં માત્ર 10 રન જ બનાવી શક્યો હતો. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકી અને રાશિદ ખાને 3-3 વિકેટ લીધી હતી.

 

Latest Stories