ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ફાસ્ટ બોલરોનો દબદબો રહ્યો હતો. પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે કુલ 17 વિકેટ પડી હતી. ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં માત્ર 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ 67 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજને બે સફળતા મળી હતી. મેચ હવે સંપૂર્ણ રીતે ભારતના નિયંત્રણમાં છે.
જ્યારે ભારતીય ટીમ 150 રન સુધી સીમિત હતી ત્યારે એવું લાગી રહ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ટીમ હવે આ મેચમાં ઘણી આગળ છે, પરંતુ ભારતીય બોલરોએ બાજી પલટી દીધી. 150 રન બનાવવા છતાં ટીમ ઈન્ડિયા હવે પ્રથમ દાવમાં સરસાઈ મેળવી શકે છે. પ્રથમ દિવસે તમામ 17 વિકેટ ઝડપી બોલરોએ લીધી હતી.