IND vs AUS: ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું, રાહુલ-જાડેજાએ અપાવી જીત

New Update
IND vs AUS: ભારતે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું, રાહુલ-જાડેજાએ અપાવી જીત

મુંબઈના વાનખેડે ખાતે રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 35.4 ઓવરમાં 188 રન પર સમેટાઈ ગઈ હતી. કાંગારૂઓ તરફથી મિચેલ માર્શે સૌથી વધુ 81 રનની ઇનિંગ રમી હતી.

Advertisment

જવાબમાં ભારતે 39.5 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. કેએલ રાહુલે લયમાં પરત ફરીને સારી બેટિંગ કરતા 91 બોલમાં 75 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેના સિવાય રવિન્દ્ર જાડેજા પણ 45 રન બનાવીને અણનમ રહ્યો હતો. બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 108 રનની અણનમ ભાગીદારી થઈ હતી.

આ જીત સાથે ભારતે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે આગામી વનડે રવિવારે વિશાખાપટ્ટનમમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને વાનખેડે સ્ટેડિયમમાં 16 વર્ષ બાદ વનડેમાં હરાવ્યું છે.

Advertisment