IND vs AUS : આજે ભારત અને ઓસ્ટ્રેલિયાન વચ્ચે શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ બ્રિસ્બેનના ગાબામાં રમાશે

ભારતે ગોલ્ડ કોસ્ટમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં શાનદાર બોલિંગ પ્રદર્શનના કારણે ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે.

New Update
scs

ભારતે ગોલ્ડ કોસ્ટમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં શાનદાર બોલિંગ પ્રદર્શનના કારણે ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ હવે બ્રિસ્બેનના ગાબા ખાતે રમાશે. જો ભારત અંતિમ મેચ હારી જાય તો પણ શ્રેણી 2-2થી બરાબર રહેશે. આવી સ્થિતિમાં, ભારતીય ટીમ અંતિમ ટી20 મેચમાં કેટલાક ફેરફારો કરી શકે છે.

સંજૂ સેમસનની કિસ્મત ચમકી શકે છે

ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસની અંતિમ મેચ સંજુ સેમસનની ટીમમાં વાપસી માટે દરવાજા ખોલી શકે છે. તે પ્લેઈંગ ઈલેવનમાં તિલક વર્મા અથવા વિકેટકીપર જીતેશ શર્માનું સ્થાન લઈ શકે છે. આ શ્રેણીમાં તિલક વર્માની બેટિંગ અત્યાર સુધી શાંત રહી છે, તેથી તેને અંતિમ મેચ માટે છોડી શકાય છે. જો ટીમ કેટલાક ખેલાડીઓને રોટેટ કરે છે, તો નીતિશ કુમાર રેડ્ડી અને રિંકુ સિંહને પણ તક મળે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં, શિવમ દુબે અને વોશિંગ્ટન સુંદરને આરામ આપવામાં આવી શકે છે.

બોલિંગ વિભાગમાં પણ ફેરફારો જોવા મળી શકે છે. જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે. જો બુમરાહ નહીં રમે તો હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. હર્ષિત રાણા પહેલી અને બીજી T20Iમાં પ્લેઇંગ ઇલેવનનો ભાગ હતો પરંતુ તેણે સારું પ્રદર્શન કર્યું ન હતું. પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, તેથી હર્ષિતને બોલિંગ કરવાની તક મળી ન હતી. બીજી મેચમાં, હર્ષિતે બે ઓવર બોલિંગ કરી પણ ખાલી હાથે રહ્યો. જોકે, તેણે બેટથી 35 રનનું યોગદાન આપ્યું.

Latest Stories