/connect-gujarat/media/post_banners/9506d16026df40b2ceddf534add58537cf35a5d0741c9da42de24fc76f298cd6.webp)
ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે આજે પ્રથમ વનડે મેચ રમાઈ હતી. આ રોમાંચક મેચમાં બાંગ્લાદેશે વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમને 1 વિકેટથી હરાવ્યું છે.
ટીમ ઈન્ડિયાએ આપેલા ટાર્ગેટનો પીછો કરવા બાંગ્લાદેશની ટીમને નજમુલ હુસૈન અને કેપ્ટન લિટન દાસ ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન નજમુલ ખાતું ખોલાવ્યા વિના જ દીપક ચહરના બોલનો શિકાર બન્યો હતો. લિટન 63 બોલમાં 41 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. અનામુલ હકે 14 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 29 બોલનો સામનો કરતી વખતે 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
શાકિબ અલ હસને 38 બોલમાં 29 રન બનાવ્યા હતા. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. મુશ્ફિકુર રહીમ 45 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. મોહમ્મદલ્લાહ 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અફીફ હુસૈન 6 રન બનાવીને આઉટ થયો હતો.