New Update
/connect-gujarat/media/post_banners/ebc4df7d443a778e210490be9f0bdc38ce303812ed5f222e9e1398dd7057f2dd.webp)
ભારતે બાગ્લાદેશ સામે શાનદાર જીત મેળવી છે. 257 રનનો ટાર્ગેટ ભારતે 41.3 ઓવરમાં પુરો કરી લીધો હતો. વિરાટ કોહલીએ સિક્સર ફટકારીને પોતાની સદી પુરી કરી હતી સાથે સાથે ભારતને જીત પણ અપાવી હતી. વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં પોતાની 48મી સદી ફટકારી હતી. વર્લ્ડ કપમાં ભારતનો આ સતત ચોથો વિજય છે. ભારત માટે હવે સેમિફાઇનલનો રસ્તો ખૂબ જ સરળ બની ગયો છે.
વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીતનો સિલસિલો યથાવત છે. ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બાદ હવે ભારતીય ટીમે બાંગ્લાદેશને હરાવ્યું છે. આ રીતે ટીમ ઈન્ડિયાએ સતત ચોથી જીત નોંધાવી છે. આ સાથે જ બાંગ્લાદેશને હરાવીને ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. હવે ભારતના 4 મેચમાં 8 પોઈન્ટ છે. જો કે, ન્યુઝીલેન્ડના પણ 4 મેચમાં 8 પોઈન્ટ છે.
Latest Stories