/connect-gujarat/media/post_banners/edf047a899a77b5000048ab3bf43f26a450d269d0c4999434c3cd870808cc8e6.webp)
ભારત અને આયર્લેન્ડ વચ્ચે આજથી ત્રણ મેચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે. આજે પ્રથમ T20 રમાશે. વેસ્ટ ઈન્ડિઝમાં ટી20 સીરીઝ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા નવી શરૂઆત કરવા ઈચ્છે છે. જોકે, વેસ્ટ ઈન્ડિઝ સાથેની ટીમ ઈન્ડિયા અને આ શ્રેણી માટેની ટીમ વચ્ચે ઘણો તફાવત છે. વિન્ડીઝ સામે હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ કરી રહ્યો હતો જ્યારે જસપ્રીત બુમરાહ આયર્લેન્ડ સામે કેપ્ટનશીપ કરશે. બુમરાહ લગભગ એક વર્ષ બાદ ટીમમાં પરત ફર્યો છે. તે ઘણા સમયથી ઘાયલ હતો.
તેણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ સપ્ટેમ્બર 2022માં રમી હતી. ભારતે આગળ એશિયા કપ અને વનડે વર્લ્ડ કપ રમવાનો છે. તે પહેલા તે મેચ ફિટનેસ પાછી મેળવવા ઈચ્છશે. તેની નજર પ્રસિદ્ધ કૃષ્ણા પર પણ રહેશે, જે લાંબી ઈજા બાદ વાપસી કરી રહ્યા છે. આ બંને બોલરોને ભારતના વર્લ્ડ કપ પ્લાનમાં સામેલ કરી શકાય છે.