Ind Vs NZ World Cup Semifinal Match : ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યું, મોહમ્મદ શમીએ 7 વિકેટ લીધી

New Update
Ind Vs NZ World Cup Semifinal Match : ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યું, મોહમ્મદ શમીએ 7 વિકેટ લીધી

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને વર્લ્ડ કપની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમ ચોથી વખત ફાઈનલમાં પહોંચી છે. આ પહેલાં ટીમ 1983, 2003 અને 2011માં આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી હતી.

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 4 વિકેટે 397 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પોતાની કારકિર્દીની 50મી ODI સદી ફટકારી અને 117 રનની ઇનિંગ રમી. શ્રેયસ અય્યરે 105 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 48.5 ઓવરમાં 327 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ડેરીલ મિચેલે 134 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમીએ 7 વિકેટ લીધી હતી.

મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી વિકેટ લઈને વર્લ્ડ કપમાં પોતાની 50 વિકેટ પૂરી કરી હતી. આ માટે તેણે માત્ર 17 ઇનિંગ્સ લીધી, જે ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી ઝડપી છે. તેણે ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો, જેણે 19 ઇનિંગ્સમાં 50 વિકેટ લીધી હતી.

Latest Stories