New Update
/connect-gujarat/media/media_files/2025/09/28/cssssscss-2025-09-28-21-56-40.jpg)
એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાને ભારતને 147 રનનો ટાર્ગેટ આપ્યો છે. દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી મેચમાં ભારતીય બોલરોએ પાકિસ્તાનને 19.1 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ કરી દીધું.
કુલદીપ યાદવે 4 વિકેટ લીધી, જેમાં તેણે પોતાની સ્પેલની છેલ્લી ઓવરમાં 3 વિકેટ ઝડપી.
જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી. પાકિસ્તાન તરફથી સાહિબઝાદા ફરહાને સૌથી વધુ 57 રન બનાવ્યા.
પાકિસ્તાનનો સ્કોર એક સમયે 1વિકેટે 113 રન હતો. અહીંથી, તેમણે આગામી 43 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી. જસપ્રીત બુમરાહએ હારિસ રઉફને બોલ્ડ કર્યો. આ પછી, તેણે જેટ ક્રેશનો ઈસારો કરીને રઉફને તેની જ ભાષામાં જવાબ આપ્યો હતો.
Latest Stories