/connect-gujarat/media/media_files/2025/09/21/match-2025-09-21-22-19-07.jpg)
એશિયા કપ 2025 ના બીજા સુપર-4 મેચમાં ટીમ ઈન્ડિયા સામે પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 171 રન બનાવ્યા હતા અને ભારતને જીત માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. એશિયા કપ 2025ના સુપર-4 મુકાબલામાં ભારત સામે પાકિસ્તાનના ઓપનર સાહિબજાદા ફરહાને તોફાની બેટિંગ કરી અડધી સદી ફટકારી હતી. પરંતુ તેમનું ‘ગન સેલિબ્રેશન’ મેદાન અને સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયું છે.
ફરહાને અક્ષર પટેલના બોલ પર છગ્ગો ફટકારીને પોતાની ફિફ્ટી પૂર્ણ કરી અને તરત જ બેટને રાઇફલની જેમ પકડીને ગોળી ચલાવવાનો અંદાજ કર્યો. સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો હચમચી ગયા અને આ દ્રશ્ય કેમેરામાં કેદ થઈ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ ગયું.