/connect-gujarat/media/media_files/2025/12/11/india-vs-sa-2025-12-11-09-38-51.png)
આજે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે ચંડીગઢમાં બીજી ટી-20 મેચ રમાશે. નોંધનીય છે કે કટકમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતનો 101 રનની વિજય થયો હતો. બંને ટીમો ચંડીગઢના મુલ્લાનપુરમાં મહારાજા યાદવેન્દ્ર સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટકરાશે. ભારત જીત સાથે શ્રેણીમાં 2-0ની લીડ મેળવવાનો પ્રયાસ કરશે, જ્યારે એડન માર્કરામની ટીમ વાપસી કરવાનો પ્રયાસ કરશે.
ભારતની તૈયારીઓ
ભારતીય ટીમનું સંયોજન હાલમાં સંતુલિત દેખાય છે. અભિષેક શર્માની આક્રમક શરૂઆત અને સારી બોલિંગે ટીમનો આત્મવિશ્વાસ વધાર્યો છે. જોકે, કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને વાઈસ કેપ્ટન શુભમન ગિલનું ફોર્મ ચિંતાનો વિષય છે. બંને પ્રથમ મેચમાં વહેલા આઉટ થઈ ગયા હતા, તેથી આ વખતે તેમની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવશે. બોલિંગમાં વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલની ભારતની સ્પિન જોડીએ દક્ષિણ આફ્રિકાને દબાણમાં રાખ્યું. જસપ્રીત બુમરાહની લય અને અર્શદીપ સિંહનો સ્વિંગ પણ ટીમ માટે મુખ્ય તાકાત છે.
હેડ-ટુ-હેડ રેકોર્ડ (T20)
કુલ મેચ - 32
ભારત જીત્યું - 19
દક્ષિણ આફ્રિકા જીત્યું - 12
કોઈ પરિણામ નહીં - 1
ટોસ: 6:30 PM
મેચની શરૂઆત: સાંજે 7:00 વાગ્યે
સ્થળ: મુલ્લાનપુર, ચંડીગઢ
ટીવી ટેલિકાસ્ટ: સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક
લાઇવ સ્ટ્રીમિંગ: JioCinema/Hotstar એપ અને વેબસાઇટ
સંભવિત પ્લેઈંગ-11
ભારત: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (C), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (WK), અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ