ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક ખાતે રમાઈ હતી. આ મેચ માત્ર ત્રણ દિવસમાં પુરી થઈ ગઈ હતી. પરિણામ દક્ષિણ આફ્રિકાની તરફેણમાં આવ્યું. યજમાન ટીમે આ મેચ ઇનિંગ્સ અને 32 રને જીતી લીધી હતી. આ સાથે ભારતીય ટીમનું સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું અધૂરું રહી ગયું. ભારતે દક્ષિણ આફ્રિકામાં ક્યારેય ટેસ્ટ શ્રેણી જીતી નથી.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ રમાઈ રહી હતી. શરુઆતથી જ આ મેચમાં યજમાન આફ્રિકાની ટીમ ભારત પર પ્રભુત્વ ધરાવતી જોવા મળી હતી. સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતીય ટીમનો ટોપ ઓર્ડર બંને ઇનિંગ્સમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. ભારત માટે, કોઈપણ ટોપ ઓર્ડર બેટ્સમેન બંને ઇનિંગ્સમાં 30 રનનો આંકડો પાર કરી શક્યો ન હતો. તેનો અર્થ એ છે કે ભારત માટે શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્મામાંથી કોઈ પણ બંને ઇનિંગ્સમાં 30 રન સુધી પહોંચી શક્યું નથી.