Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs SL 2nd ODI: ભારતે બીજી વનડેમાં શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું, સીરીઝ પર 2-0થી જમાવ્યો કબજો

IND vs SL 2nd ODI: ભારતે બીજી વનડેમાં શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું, સીરીઝ પર 2-0થી જમાવ્યો કબજો
X

ભારત-શ્રીલંકા વન-ડે સિરીઝની બીજી મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ ગઈ હતી. જેમાં શ્રીલંકાએ આપેલા 216 રનના ટાર્ગેટને ટીમ ઈન્ડિયાએ 43.2 ઓવરમાં 6 વિકેટે પાર પાડી લીધો હતો. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ કેએલ રાહુલે શાનદાર એક છેડો સાચવી રાખીને 103 બોલમાં 64* રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 53 બોલમાં 36 રન કર્યા હતા. અક્ષર પટેલે 21 બોલમાં 21 રન બનાવ્યા હતા.

શ્રીલંકા તરફથી સૌથી વધુ ચમિકા કરુણારત્ને અને લાહિરુ કુમારાએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે કસુન રજીથા અને ધનંજય ડિ સિલ્વાને 1-1 વિકેટ મળી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાએ સિરીઝ પોતાના નામે કરી હતી. 3 મેચની વન-ડે સિરીઝમાં ટીમ ઈન્ડિયા 2-0થી આગળ છે. હવે સિરીઝની છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ રમાશે.

શ્રીલંકાની ટીમ 39.4 ઓવરમાં 215 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવે 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે ઉમરાન મલિકને 2 અને અક્ષર પટેલને 1 વિકેટ મળી હતી. શ્રીલંકા તરફથી સૌથી વધુ ડેબ્યુટન્ટ નુવાનિદુ ફર્નાન્ડોએ 50 રન બનાવ્યા હતા. કુસલ મેન્ડિસે 34 રન અને દુનિથ વેલ્લાગેએ 32 રન બનાવ્યા હતા.

Next Story