/connect-gujarat/media/post_banners/38ce81aad315ef6b83a3e3609b219b160b0a4a7b1c11d7d86d3dc53ad15063b4.webp)
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ વનડે મેચની ત્રીજી વનડે મેચ રમાઇ રહી છે, આજની મેચ કેરાલાના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, તીરુવનંતપુરમમાં રમાઇ રહી છે. ભારતીય ટીમ પહેલાથી જ ત્રણ મેચોની વનડે સીરીઝને 2-0થી કબજે કરી ચૂકી છે, આજની મેચ માત્ર ઔપચારિક છે. આજે બન્ને ટીમો વચ્ચે કેટલાક મોટા ફેરફારો પણ જોવા મળી શકે છે.
રેગ્યુલર કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ વર્ષ 2023ની જીત સાથે શરૂઆત કરી છે, ઘરેલુ મેદાનમાં રમાઇ રહેલી વનડે સીરીઝમાં ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ બે વનડેમાં જીત મેળવીને સીરીઝમાં કબજો જમાવી દીધો છે, જોકે, આ જે ત્રીજી વનડે કેરાલાના તીરુવનંતપુરમમાં રમાઇ રહી છે, તેને પણ ટીમ ઇન્ડિયા જીતવાનો પુરેપુરો પ્રયાસ કરશે, જો જીત મળે છે, તો ભારતીય ટીમ માટે વ્હાઇટ વૉશથી સીરીઝ જીતવાનો મોકો રહેશે. જોકે બીજી બાજુ શ્રીલંકન ટી માટે આ વર્ષની શરૂઆત ખરાબ ગણી શકાશે.
રોહિત શર્મા એન્ડ કંપનીએ ત્રણ વનડેની સીરીઝમાં પ્રથમ બન્ને વનડેમાં શાનદાર જીત મેળવી છે, પ્રથમ વનડે ભારતમાં ગૌવાહાટીમાં રમાઇ હતી, અહી ભારતીય ટીમે 67 રનોથી શાનદાર જીત હાંસલ કરી હતી, જોકે, બીજી કરો યા મરો વનડે કોલકત્તાના ઇડન ગાર્ડન્સમાં રમાઇ હતી, આ મેચમાં ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરતાં 4 વિકેટથી જીત મેળવીને સીરીઝ પર કબજો જમાવી દીધો હતો. આજની મેચ તિરુવનંતપુરમમાં બપોરે 1-30 વાગ્યાથી શરૂ થઇ રહી છે.