IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20 રમાશે

ભારતની યુવા ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયા અને  ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની ટી-20 શ્રેણી રમવાની છે, જે 6 જુલાઈથી શરૂ થશે

New Update
IND vs ZIM

ભારતની યુવા ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસેછે. ટીમ ઈન્ડિયા અને  ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની ટી-20 શ્રેણી રમવાની છે, જે 6 જુલાઈથી શરૂ થશે. ઝિમ્બાબ્વે પ્રવાસ પર શુભમન ગિલ ભારતીય કેપ્ટન હશે.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ T20 મેચ 6 જુલાઈએ રમાશે. બીજી T20 મેચ 7મી જુલાઈએ, ત્રીજી T20 મેચ 10મી જુલાઈએ, ચોથી T20 મેચ 13મી જુલાઈએ અને પાંચમી અને અંતિમ T20 મેચ 14મી જુલાઈએ રમાશે. T20 શ્રેણીની તમામ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે સાંજે 4.30 કલાકથી મેચનો પ્રારંભ થશે.

ભારત વિ ઝિમ્બાબ્વે T20 શ્રેણી અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં પ્રસારિત થશે. ભારતીય ચાહકો સોની સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો પર લાઈવ મેચનો આનંદ માણી શકે છે. મેચોનું ટીવી પર સોની ટેન 3 (હિન્દી) અને સોની ટેન 4 (તમિલ/તેલુગુ) પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. મેચનું લાઈવ સ્ટ્રીમિંગ 'સોની લિવ' એપ પર ઉપલબ્ધ હશે, જેના માટે તમારે સબસ્ક્રિપ્શન લેવું પડશે.

Latest Stories