IND vs ZIM: ઝિમ્બાબ્વેએ પ્રથમ T20 મેચમાં ભારતને 13 રને હરાવ્યું

સ્પોર્ટ્સ | સમાચાર, ઝિમ્બાબ્વેએ પ્રથમ T20 મેચમાં ભારતને 13 રને હરાવ્યું છે. ભારતીય ટીમના 8 બેટ્સમેન રનના મામલામાં બે આંકડાને પણ સ્પર્શી શક્યા નહી.

New Update
ઝિમ્બાબ્વે

ઝિમ્બાબ્વેએ પ્રથમ T20 મેચમાં ભારતને 13 રને હરાવ્યું છે. ભારતીય ટીમના 8 બેટ્સમેન રનના મામલામાં બે આંકડાને પણ સ્પર્શી શક્યા નહી. ઝિમ્બાબ્વેએ પહેલા બેટિંગ કરતા સ્કોરબોર્ડ પર 115 રન બનાવ્યા હતા, પરંતુ જ્યારે ભારત લક્ષ્યાંકનો પીછો કરવા આવ્યું ત્યારે અડધીથી વધુ ટીમ 50 રનમાં જ પેવેલિયન પરત ફરી ગઈ હતી. એક સમયે ભારતનો સ્કોર 6 વિકેટે 47 રન હતો. જોકે અવેશ ખાન અને વોશિંગ્ટન સુંદરની 23 રનની નાની પરંતુ મહત્વની ભાગીદારીએ ટીમ ઈન્ડિયાની આશા જગાવી હતી, પરંતુ ઝિમ્બાબ્વેની ટીમ અલગ મૂડમાં જોવા મળી હતી. કેપ્ટન સિકંદર રજાએ ભારત માટે વધારે મુશ્કેલી ઉભી કરી, જેણે 4 ઓવરમાં 25 રન આપી 3 વિકેટ લીધી. આ 2024માં ટી20 ક્રિકેટમાં ભારતની આ પ્રથમ હાર છે.

ભારતને જીતવા માટે 116 રન બનાવવાના હતા, પરંતુ પ્રથમ ઓવરમાં જ વિકેટ પડવાની શરૂઆત થઈ ગઈ હતી. અભિષેક શર્મા પોતાની ડેબ્યૂ મેચમાં શૂન્ય રને આઉટ થયો હતો. વિકેટો પડવાની શ્રેણી એવી રીતે શરૂ થઈ કે એક સમયે ભારતનો સ્કોર 6 વિકેટે 47 રન હતો. ઋતુરાજ ગાયકવાડે 7 રન બનાવ્યા હતા, જ્યારે રિયાન પરાગ પણ પોતાની ડેબ્યુ મેચમાં માત્ર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ જ મેચમાં ધ્રુવ જુરેલે ટી20માં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેના બેટમાંથી માત્ર 7 રન જ નીકળ્યા હતા. ટીમ ઈન્ડિયાને રિંકુ સિંહ પર ઘણો વિશ્વાસ હતો, જે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. એક તરફ ભારતીય બેટ્સમેનો પોતાની વિકેટો ગુમાવી રહ્યા હતા, તો બીજી તરફ કેપ્ટન શુભમન ગિલ મક્કમ રીતે ઉભો હતો. ગિલે 25 બોલમાં 31 રન બનાવ્યા હતા, પરંતુ નિર્ણાયક સમયે સિકંદર રઝા દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો.

 

Latest Stories