IND W vs SA W 3rd ODI: ભારતે અંતિમ વનડેમાં સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યું

ભારતીય મહિલા ક્રિકેટ ટીમએ ત્રણ મેચની ODI શ્રેણીની અંતિમ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને 3-0થી ક્લીન સ્વીપ કર્યું. છેલ્લી ODI મેચમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 215 રન બનાવ્યા

New Update
IND W vs SA W 3rd ODI: India beat South Africa by 6 wickets in final ODI

ભારતીય મહિલા ક્રિકેટ ટીમએ ત્રણ મેચની ODI શ્રેણીની અંતિમ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને 3-0થી ક્લીન સ્વીપ કર્યું. છેલ્લી ODI મેચમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 50 ઓવરમાં 215 રન બનાવ્યા હતા.

કેપ્ટન લૌરાએ 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જવાબમાં ભારતીય ટીમે માત્ર 40.1 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. મેચ દરમિયાન ઓપનર સ્મૃતિ મંધાના ભારત તરફથી બેટિંગ કરતી વખતે શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી હતી. સ્મૃતિના બેટમાંથી 90 રન આવ્યા હતા. તેના સિવાય કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ અંતમાં બેટથી ટીમને મદદ કરી હતી.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રણ મેચની વનડે શ્રેણી 3-0થી જીતી લીધી છે. પ્રથમ ODI મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 143 રને હરાવ્યું હતું, જ્યારે બીજી ODI મેચમાં ભારતને સખત સંઘર્ષ કરવો પડ્યો હતો અને ભારતે તે મેચ 4 રનના નજીકના અંતરથી જીતી હતી. આ પછી ભારતીય ટીમે છેલ્લી વનડે મેચ 6 વિકેટથી જીતી લીધી હતી.

 

Latest Stories