ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા ચર્ચાનો વિષય બને છે. દર્શકો આ મેચની ખૂબ જ રસથી રાહ જોઈ રહ્યા છે.
ગયા મહિનાની 9 તારીખે, આ બંને ટીમો T20 વર્લ્ડ કપમાં સામસામે આવી હતી. આ મેચમાં રોમાંચની કમી નહોતી. એક મહિના પછી ફરી એ જ રોમાંચ જોવા મળશે. ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી 22 યાર્ડની પટ્ટી પર આમને-સામને ટકરાશે, પરંતુ આ વખતે ટાર્ગેટ માત્ર જીતનું નહીં પરંતુ ટાઈટલ જીતવાનું હશે.
બર્મિંગહામના એજબેસ્ટનમાં ભારત અને પાકિસ્તાન ખિતાબ માટે લડશે. આ વર્લ્ડ ચેમ્પિયન્સ ઓફ લિજેન્ડ્સનું ટાઇટલ છે. આ ટૂર્નામેન્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ખેલાડીઓ રમી રહ્યા છે. ગઈકાલે રાત્રે રમાયેલી બીજી સેમીફાઈનલ મેચમાં ઈન્ડિયા ચેમ્પિયન ટીમે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સને 86 રનથી હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ફાઇનલમાં તેનો મુકાબલો પાકિસ્તાન ચેમ્પિયન્સ સામે થશે. પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝ ચેમ્પિયનને હરાવીને ટાઈટલ મેચમાં પ્રવેશ કર્યો હતો.