/connect-gujarat/media/media_files/2025/03/09/dF9n1YenQxwWrGfHYi0p.jpg)
ટીમ ઈન્ડિયા કેપ્ટન રોહિત શર્માની શાનદાર ઇનિંગના કારણે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમ આ સમગ્ર ટુર્નામેન્ટમાં અપરાજિત રહી છે. ભારતીય ટીમે પોતાની તમામ મેચમાં જીત મેળવી છે.
ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ટાઈટલ જીતી લીધું છે. ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ બાદ ફરી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ભારતે સતત બીજા વર્ષે ICC ટ્રોફી પર કબજો કરીને દુબઈમાં ત્રિરંગો લહેરાવ્યો છે. આ પહેલા ભારતીય ટીમે 2024માં ટી20 વર્લ્ડ કપનો ખિતાબ પણ જીત્યો હતો. છેલ્લી ઓવરોમાં રોહિત શર્માના 76 રન, શ્રેયસ અય્યરના 48 રન અને હાર્દિક પંડ્યાના 18 રનની ઈનિંગે પણ ટીમ ઈન્ડિયાની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.